KGF ફિલ્મમાં જોવા મળતી ક્રુરતા સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. જેમાં 4 મજુરોને સાંકળે બાંધી રોજ માર મારી પરાણે ખાણના કુવામાં કામ કરાવતા હતા. જેમાં તાલિબાની જેવું વર્તન ભૂમાફિયાઓ દ્વારા મજૂરો પર કરવામાં આવતું હતું
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ની દાદાગીરી સામે આવી છે. જેમાં ચાર શ્રમિકોને સાંકળથી બાંધી રોજ માર મારતા હતા. શ્રમિકોને ગોંધી રાખી ખાણના કુવામાં કામ કરાવતા હતા. તથા તાલિબાની જેવું વર્તન ખાણોના કોન્ટ્રાકટર દ્વારા કરાતું હતું. જોકે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. KGF ફિલ્મમાં જોવા મળતી ક્રુરતા સુરેન્દ્રનગરમાં જોવા મળી છે. જેમાં 4 મજુરોને સાંકળે બાંધી રોજ માર મારી પરાણે ખાણના કુવામાં કામ કરાવતા હતા. જેમાં તાલિબાની જેવું વર્તન ખાણોના કોન્ટ્રાકટર દ્વારા મજૂરો પર કરાતું હતું. રાજસ્થાનના દિપક ચૌહાણ અને રમજાન દ્વારા યાતનાઓ આપવામાં આવી હતી. કામ કરતાં મજૂરો રાત્રે અંધારામાં ભાગવામાં સફળ રહ્યા અને પોતાનો જીવ બચાવ્યો હતો. કામની શોધમાં જામનગર બોટાદ વાંકાનેરનાં યુવકો થાનગઢ પહોચ્યા હતાં. આ પણ વાંચો: ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સરકાર એક્શન મોડમાં, ઉજવશે સતર્કતા જાગૃતિ સપ્તાહબે મજૂરો ભગવામાં રહ્યા સફળસુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કોલસાની ખાણમાં ચાર મજૂરોને ગોંધી રાખી મજૂરી કરાવાતી હતી. મજૂરો રાત્રે ભાગી ન જાય એ માટે તેમને સાંકળ વડે બાંધી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જોકે આ સ્થિતિમાંથી બે મજૂર ભાગવામાં સફળ રહેતાં અને પોલીસ સમક્ષ પહોંચી જતાં પોલીસે ખાણ પર દરોડો પાડી મજૂરોને મુક્ત કરાવ્યા હતા. પોલીસ જ્યારે ખાણ પર પહોંચી ત્યારે બે મજૂર સાંકળથી બાંધેલા મળી આવતાં તેણે બંનેને મુક્ત કરાવ્યા હતા. આ મામલે ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.