સુરત/ નેશનલ હાઇવે 48 પર રોલર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, એક નું ઘટનાસ્થળે મોત
રોડ બનાવવાના મશીન સાથે પુરપાટ ઝડપે ટ્રેલર અથડાયું અને રોડ બનાવવાના મશીન ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. સામે ટ્રેલર ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. સતત સર્જાતાં અકસ્માતમાં લોકોના જીવ જઈ રહ્યા છે. વારંવાર અકસ્માત બનવાની ઘટના સામે આવી રહી છે. નેશનલ હાઇ વે 48 પર રોડ બનાવાના મશીન સાથે પુરપાટ ઝડપે ટ્રેલર અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં મશીન ચલાવતા વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
વાત જાણે એમ છે કે, કામરેજના ઉંભેળ ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રોડ બનાવવાના મશીન સાથે પુરપાટ ઝડપે ટ્રેલર અથડાયું અને રોડ બનાવવાના મશીન ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. સામે ટ્રેલર ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતાં હાઇવે પર ઓઇલ ઢોળાયુ હતું હાઇવે પર ટ્રાફિક જામ થયો. જેથી ફાયર ઘટના સ્થળે પહોંચ્યું અને ફાયર વિભાગ દ્વારા રોડ સાફસફાઈની કામગીરી શરૂ કરવામાં આવી.
ઘણી વખત આવા સમાચાર સાંભળી લોકોના રૂવાળા ઊભા થઈ જતાં હોય છે. પરંતુ હકીકત તો એ છે જેને પોતાના ઘરનું વ્યક્તિ ગુમાવ્યું સાચી વેદના તો તે જ સમજી શકે છે. મશીન ચાલકનું મોત નિપજતા તેને હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મશીન ચાલકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.