સુરત/ જહાંગીરપુરામાં પતિ અને સાસુના ત્રાસથી પત્નીએ કર્યો આપઘાત, સાસુ- પતિની અટકાયતપતિની માંગણી સંતોષવા રૂ. 10 હજારની પર્સનલ લોન લેવા માટે પણ ગઇ હતી પરંતુ ડોક્યમેન્ટ્સ વેરિફીકેશન નહીં થતા લોન મંજૂર થઇ ન હતી. બીજી તરફ વિદ્યાએ તેના ભાઇ દર્શનને પણ પતિ શ્રેયસ ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયો છે અને પાર્લરના રૂપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતો હોવાનું જણાવ્યું હતું.
WCitynewsGujarati સુરત/ જહાંગીરપુરામાં પતિ અને સાસુના ત્રાસથી પત્નીએ કર્યો આપઘાત, સાસુ- પતિની અટકાયતપતિની માંગણી સંતોષવા રૂ. 10 હજારની પર્સનલ લોન લેવા માટે પણ ગઇ હતી પરંતુ ડોક્યમેન્ટ્સ વેરિફીકેશન નહીં થતા લોન મંજૂર થઇ ન હતી. બીજી તરફ વિદ્યાએ તેના ભાઇ દર્શનને પણ પતિ શ્રેયસ ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયો છે અને પાર્લરના રૂપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતો હોવાનું જણાવ્યું હતું.જહાંગીરપુરા વિસ્તારની ઘટના સાંભળી તમે પણ ચોંકી જશો. સાસુનો ત્રાસ તો તમે સાંભળ્યું જ હોય પરંતુ જેમના સાથે લગ્ન કર્યા એ પતિ જ હેરાન કરે તો પત્ની શું કરે ? છેલ્લે બધા ત્રાસ થી આપઘાત કરી જીવન ટૂંકાવી દે. બસ આવી જ ઘટના સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાં બની છે. જ્યાં જહાંગીરપુરાની પ્રેમલગન કરનાર બ્યુટીશીયનના આપઘાત પ્રકરણમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા પાર્લરના પૈસાની માંગણી કરી ત્રાસ ગુજારનાર પતિ અને તેનો સાથ આપનાર સાસુ સામે પોલીસ સ્ટેશનનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરાના જીન કમ્પાઉન્ડની સામે સુર્યદર્શન રો હાઉસમાં રહેતી અને નવેમ્બર 2021 માં પ્રેમલગ્ન કરનાર બ્યુટીશીયન વિદ્યા શ્રેયસ પટેલ (ઉ.વ. 26) એ ગત 13 ઓક્ટોબરના રોજ રહેણાંક ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વિદ્યાએ આપઘાત કર્યાના બે દિવસ બાદ તેના પિતા શશીકાંત ભીખુભાઇ પટેલ અને તેમની પત્ની હર્ષાબેન (રહે. નવાપરા મહોલ્લો, સરોલી, ઓલપાડ)ને વિદ્યાની ફ્રેન્ડ યેશાની માતા પદ્દમાબેન હસ્તક ચોંકાવનારી હક્કીત જાણવા મળી હતી. વિદ્યા પદ્દમાબેન સાથે બ્યુટીપાર્લરનો સામાન લેવા જતી હતી ત્યારે વિદ્યાએ પોતાના મનની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે પતિ શ્રેયસ કોઇ ઓનલાઇન ગેમ રમે છે અને તેમાં રૂપિયા હારી જતા તેની પાસે પૈસા માંગે છે અને જો નહીં આપુ તો માર પડે છે.આ અંગે સાસુ પ્રતિમાબેનને ફરીયાદ કરી તો તેઓ પણ શ્રેયસનો સાથ આપે છે. આ ઉપરાંત પતિની માંગણી સંતોષવા રૂ. 10 હજારની પર્સનલ લોન લેવા માટે પણ ગઇ હતી પરંતુ ડોક્યમેન્ટ્સ વેરિફીકેશન નહીં થતા લોન મંજૂર થઇ ન હતી. બીજી તરફ વિદ્યાએ તેના ભાઇ દર્શનને પણ પતિ શ્રેયસ ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયો છે અને પાર્લરના રૂપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને આપઘાત કરી લીધો. જે બાદ ગત રોજ શશીકાંત પટેલે જમાઇ શ્રેયસ અને સાસુ પ્રતિમા અશ્વીન પટેલ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે પીએસઆઇ અભિજીતસિંહ ઘરીયાએ વિદ્યાને આપઘાત કરવા મજબૂર કરનાર શ્રેયસ અને તેની માતા પ્રતિમા બેનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ઓનલાઇન ગેમમાં અંદાજે 50 હજાર રૂપિયા હારી ગયો હોવાની શ્રેયસે કબૂલાત કરી છે.