સિલસિલો યથાવત, વધુ એક પોલીસકર્મીએ કર્યો આપઘાત
અમદાવાદના એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું છે. હિતેષભાઇ આલ નામના પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ અકબંધ છે.
થોડા સમય અગાઉ જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ દેવજીભાઈ લકુમ નામના પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તે અગાઉ રાજકોટનના જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલ દયાબેન શંભુભાઈ સરિયાએ ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. આ સિલસિલો યથાવત રહ્યો છે. આજે અમદાવાદ ખાતે વધુ એક પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. જેના કારમે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ કર્મીએ પોતાના કામના ભારણને કારણે આપઘાત કર્યો છે કે, પારિવારિક કારણોસર આપઘાત કર્યો છે તે માહિતી હજુ સુધી જાણી શકાઇ નથતી. આ આપઘાત કયા કારણોસર કરવામાં આવ્યો છે તે તો પોલીસ તપાસ બાદ ખબર પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના, એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું છે. હિતેષ આલ નામના પોલીસકર્મીએ ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ નાજાભાઇ આલે તેમના વેજલપુર ખાતેના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ લીધો હતો. 28 વર્ષીય હિતેષભાઇ આલ ભાવનગરના અકવાડા ગામના વતની હતી. સાતના સમયે તેમણે પોતાના ઘરમાં જ પંખા સાથે લટકી ગયા હાત. ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વી.એસ.હોસ્પિટલમાં ખસડ્યો હતો.