વીરપુર/ BJP મહિલા ઉપપ્રમુખના પતિએ શંકામાં ભત્રીજાની કરી હત્યાતાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખી હત્યા કરી નાખી છે.
વિરપુર જેવી પવિત્ર જગ્યામાં ખેલાયો ખૂની ખેલ, જ્યાં એ વાત થી ખળભળાટ મચી ગયો છે કે તાલુકા પંચાયત ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજૂ બારૈયાએ દીકરીના આડા સબંધમાં યુવકની હત્યા કરી દીધી છે. આ વાતની જાણ ગ્રામજનોમાં થતાં ગામમાં પણ ચકચાર મચી ગયો છે. તાજેતરમાં પ્રેમ લગ્નની હત્યાના કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. સાથે લોકો વાત સમજ્યા વિચાર્યા વિના જ પગલું ભરી લે છે. ખાસ કરીને યુવક- યુવતીનો કેસ હોય ત્યારે તો કોઈ પણ વાત સમજ્યા વિના એક્શન પહેલા આવે છે. આવી જ ઘટના યાત્રાધામ વીરપુરમાં બની છે. જ્યાં કાકાએ પોતાની દીકરી સાથે વાતચીત કરે છે એવા ખારમાં ભત્રીજાને જાનથી મારી નાખ્યો છે.
વાત જાણે એમ છે કે, તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખી હત્યા કરી નાખી છે. રાજૂ બારૈયા(કાકા)એ અર્ટિગા કારમાં મૃતકનું અપહરણ કરી વાડીએ લઈ જઈ આરોપીએ 9 શખ્સોને સાથે લઈ જઇને યુવકને બેઝબોલનો ધોકો, પ્લાસ્ટિકના પાઇપ, ધોકા વડે ઢોર માર મારતા ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વધુ તપાસ થઈ જેમાં જાણવા મળ્યું કે, આરોપી રાજુ બારૈયા અને મૃતક હિતેન બારૈયા કૌટુંબિક ભત્રીજો થાય છે. જેમાં મુખ્ય શકના દાયરામાં યુવકનો જીવ કાકાએ લીધો છે. હાલ મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે. હત્યાના બનાવમાં પોલીસે 7 શખ્સોની અટકાયત કરી છે. મુખ્ય આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણા ફરાર થઈ ગયા છે. જે અંગે વીરપુર પોલીસે ફરાર બંને આરોપીની શોધખોળ હાથધરી છે.