વાહ રે ગુજરાત ! ક્યાંક નકલી ડેપ્યુટી કલેક્ટર તો ક્યાંક નકલી પોલીસ પકડાઇબસ હવે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચાર ચાંદ લાગડવા માટે આવી જ એક બે ઘટના બાકી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાનાં બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.
ખરેખર ગુડ ગવર્નન્સ અને વિકાસ કોને કહેવાય તે જોવા માટે લોકોએ એક વખત તો ગુજરાત આવવું જ જોઇએ. જો ગુજરાત મામલે કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે તો વાત જ શુ કરવી તેની કંડિશન તો શું કહેવું ચાલો તમે જ જાતે જ આ ઘટનાઓ પર નજર કરી લો એટલે ખબર પડી જશે. સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાનાં બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. હાલના સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચાર ચાંદ લાગડવામાં ફક્ત અને ફક્ત આવી જ એક બે ઘટના બાકી હતી. જી હા, હવે ગુજરાતમાં રોજરોજ નકલી કલેક્ટર, કમિશ્નર, ઇન્કમટેક્ષ ઓફિસર્સ પકડાય તેવું જ બાકી રહ્યું છે. ક્યાંક નકલી ડેપ્યુટી કલેક્ટર તો ક્યાંક નકલી પોલીસ તો પકડાયા હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો – અમે નિર્દોષ છીએ !! મોહિની કેટરર્સનો પ્રસાદ ભેળસેળ મામલે લુલો બચાવ; હવે કોણ બનશે બલીનો બકરો?બારડોલીના બાબેન ગામની અને બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યું છે. સુરતનાં માંડવી તાલુકાના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવતા સનસની મચી જવા પામી છે. નેહા પટેલ પોતે ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી ખેડૂત રામુભાઈ ચૌધરીના ઘરે પહોંચી હતી અને પોતે ડેપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપી હતી. નેહા પટેલ પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર કામ કરતી હોવાનું જણાવી વિકાસના કામોનું ટેન્ડર ભરી કમાણી કરાવી આપવાનું જણાવ્યું હતું. ખેડૂતે રોકેલ પૈસા કમિશન સાથે ખેડૂતને મળી જશે તેવી લાલચ પણ આપી હતી. ટેન્ડર પેટે 22.28 લાખની છેટરપિંડી કરતા સમગ્ર કિસ્સો સામે આવ્યો છે અને માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર આવી આરોપી નેહા પટેલની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી શરૂ થશે મહાખેલ? અજિત પવાર કેબિનેટની બેઠકમાંથી ગાયબબીજા કિસ્સામાં નકલી પોલીસ કર્મીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદનાં કાગડાપીઠ પોલીસે ઉસ્માન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. રીક્ષા ચાલકોને રોકી ખોટી રીતે રુપિયા પડાવતો હતો હોવાના મામલે અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી લીધી છે. ગઠિયો પાછો તો કેવો હિંમતવાળો કે, પોલીસ ચોકીની બાજુમાં જ ઊભા રહીને તોડ કરતો હતો. મામલો વિસ્તારનાં રીક્ષા ચાલકને ધ્યાને આવતા પોલીસને જાણ કરી અને કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.