વાંકાનેર રેલવે સ્ટેશન પર સોના ચાંદીના ઝવેરાત સાથે ત્રણ લોકોની અટકાયત : જામનગર કસ્ટમની કાર્યવાહી
અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદીનો મુદામાલ હોવાની આશંકા: મુંબઈથી રાજકોટ આવતા હતા ત્યારે વાંકાનેર રેલવે સ્ટેશને જામનગર કસ્ટમ વિભાગની કાર્યવાહી
જામનગર: જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સોના-ચાંદીના ઝવેરાત સાથે 3 લોકોની અટકાયત કરાઈ છે,મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ લોકોની જામનગર કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ છે વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિને અટકાયત કરી જામનગર કસ્ટમે કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણ શખ્સો પાસેથી અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલોની આસપાસ ચાંદી હોવાની આશંકા છે
સમગ્ર બાબતે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ શરૂ