વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર તાલુકાના પાડધરા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કેશાભાઈ શામજીભાઈ બાવળીયા જાતે કોળી, અનિસ ઉર્ફે અનિલભાઈ ડેડાણી જાતે કોળી, ચંદુ ઉર્ફે વિનોદભાઇ કરણાભાઈ ચાવડા જાતે રબારી અને ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરા જાતે કોળી ઝડપાઇ ગયા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૧,૨૦૦ ની રોકડ સહિત ૫૩,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને જુગારની રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈને નાસી ગયેલ સુરેશભાઇ કેશુભાઈ સાબરિયા, પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઇ રામાનુજ, વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા રહે બધા પાડધરા વાળાને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
વાંકાનેરના ફડેશ્વર મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા બે પત્તા પ્રેમી પકડાયા
વાંકાનેરના ફડેશ્વર મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા જાતે કોળી (૩૧) રહે. મહાવીરનગર સામે વરિયા વિસ્તાર વાંકાનેર અને મનીષભાઈ વિનુભાઈ સોલંકી જાતે કોળી (૧૯) રહે. બસ સ્ટેશન પાસે ભરવાડ શેરી નં-૮ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી બે હજારની રોકડ કબજે કરી જુગાર દ્વારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી