વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર નજીક આવેલ જેતપરડા રોડ ઉપર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે કન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી ગયો હોવાથી તે યુવાને ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યો બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેબનાવી જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ જેતપરડા રોડ ઉપર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કિશનભાઇ નરાભાઈ બિલવાલ જાતે આદિવાસી (૨૪) નામનો યુવાન કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે કરને ક્ન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી ગયો હતો જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ હકુભાઈ વાસાણી ચલાવી રહ્યા છે