વંદે ભારતમાં હવે સ્લીપર કોચ થશે ઉપલબદ્ધ, લક્ઝરી અને કમ્ફર્ટનો હશે અનોખો સંગમ
વંદેભારતના આ સ્લીપર કોચને જોઈને તમારું દિલ પણ કહેશે વાહ.. આધુનિક સુવિધાઓ સાથે સ્લીપર ટ્રેન ટૂંકસમયમાં જ તૈયાર થઈ જશે. તેની ડિઝાઇન એકદમ આધુનિક છે અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
હમેશા જનતા માટે રેલવે દ્વારા કોઈને કોઈ યોજના અથવા તો કોઈ નવી સુવિધાઓ ઉપલબદ્ધ કરતી હોય છે. છેલ્લા થોડા સમયમાં રેલવેની નવી વંદેભારત ટ્રેન દોડવામાં આવી છે જે હાલ 3 રુટ પર કાર્યરત છે. થોડા સમયમાં 4 વંદેભારત પણ શરૂ થવા જઇ રહી છે. અત્યારે વંદેભારત એ ચેરકારમાં ચાલી રહી છે. પરંતુ ટૂંક સમયમાં હવે સૂતા સૂતા મુસાફરી કરવા માટે મોકો મળશે. આ માટે લકઝરી અને સ્લીપરનો કમ્ફર્ટ ફિલ કરાવતી ટ્રેન તૈયાર થશે જે ટૂંક સમયમાં શરૂ થશે. આ ટ્રેનની પહેલી તસવીર સામે આવી છે જે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શેર કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, ટૂંક સમયમાં તમને હવે વંદેભારતમાં સૂતા સૂતા મુસાફરી કરવાની તક મળશે. કેમ કે હવે ટૂંકસમયમાં જ સ્લીપર વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને X (પહેલા ટ્વિટર) પર શેર કરી છે. આવો જોઈએ તસવીરો..
વંદેભારતના આ સ્લીપર કોચને જોઈને તમારું દિલ પણ કહેશે વાહ.. આધુનિક સુવિધાઓ સાથે સ્લીપર ટ્રેન ટૂંકસમયમાં જ તૈયાર થઈ જશે. તેની ડિઝાઇન એકદમ આધુનિક છે અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનો લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવશે. પ્રાપ્ત માહિતી મુજબ સ્લીપર કોચ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાંથી બનાવવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેની ટ્રાયલ આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ થશે અને તેનું ઓપરેશન માર્ચ 2024 સુધીમાં શરૂ થઈ શકે છે. સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચ 2024 સુધીમાં પાટા પર દોડતી જોઈ શકાશે. તેની ગતિ સામાન્ય વંદે ભારત કરતા પણ વધુ હોઈ શકે છે. જો કે, આ ટ્રેનો કયા રૂટ પર દોડશે, તેનો રંગ કેવા પ્રકારનો હશે તે વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી.
કેટલા કોચ હશે? પ્રાપ્ત માહિતી મુજબ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 20 થી 22 કોચ હશે. તેના ફર્સ્ટ વર્ઝનમાં કુલ 857 બર્થ હશે, જેમાંથી 34 સીટો સ્ટાફ માટે રિઝર્વ હશે. એટલે કે મુસાફરો માટે કુલ 823 બર્થ ઉપલબ્ધ હશે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ અને વ્હીલચેરની જોગવાઈ હશે. રિક્લાઈન એંગલ ઉપરાંત સોફ્ટ કુશનવાળી સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ફૂટ રેસ્ટ એક્સટેન્શન વધારવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ સ્લીપર વંદે ભારતમાં પેન્ટ્રી કાર કોચ નહીં હોય. ટ્રેનના દરેક કોચમાં એક મિની પેન્ટ્રી હશે, જે તે ચોક્કસ કોચના મુસાફરોને ફૂડ એન્ડ ડ્રિંક્સની સપ્લાય કરશે. આ ટ્રેનને ડેવલપ ભારતીય રેલવેના મિકેનિકલ એન્જિનિયરોની ટીમ કરી રહી છે. તેની કિંમત હાલની વંદેભારત ચેર કાર કરતા પણ મોંઘી હશે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસની કિંમત અંદાજે 127 કરોડ રૂપિયા આંકી છે. રેલ્વે મંત્રાલયે રશિયન કંપનીઓ સાથે રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા શરુ કરવામાં આવેલ સંયુક્ત સાહસ કાઈનેટ રેલ્વે સોલ્યુશન્સ સાથે જે કરાર કર્યા છે, તેમાં એક ટ્રેન સેટની કિંમત 120 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. જ્યારે કે હાલની જાણકારી મુજબ આ પ્રકારની કુલ 200 વંદે ભારત ટ્રેન બનાવવામાં આવશે, અને તેને હાલના પ્રીમિયમ ટ્રેનોના રૂટ પર દોડાવાઈ શકે છે.