મોરબી બ્રીજ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આક્ર્મક મૂડમાં, SIT તપાસ પર લગાવ્યા ગંભીર આરોપકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો ભઆરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાના SIT રિપોર્ટ એકતરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SITએ માત્ર એકતરફી તપાસ કરી હોય તેવું લાગી રહ્યું છે. સાચી તપાસ કેમ નથી થઈ રહી તે સવાલ છે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તમામ પાટીદાર સંસ્થાના વડીલોને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું.મોરબી દુર્ઘટનામાં સીટ નો રિપોર્ટ એક તરફી અહેવાલ હોવાનો લલિત કગથરાએ આક્રોશ વ્યકત કર્યો છે.મોરબી બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમના ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આ દુર્ઘટનામાં સીટનો રિપોર્ટ પર એક તરફી રહેવાનું નિવેદન આપ્યું છે. આ સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમણે તૂટી ગયેલા ઝુલતા પુલને મોરબીની વિરાસત ગણાવતા કહ્યું કે, જ્યારે આ પુલ ધરાશાયી થયો ત્યારે સરકારે તંત્રના જવાબદાર અધિકારીઓને પકડવાને બદલે એક કંપનીના માણસોને પકડ્યા હતા. આ મામલે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.લલિત વસોયાએ લગાવ્યા ગંભીર આરોપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં જે મોરબી પુલ ની ઘટના બની તે માટે કોઈ ને બલીના બકરા બનાવી જે લોકો ને બચાવવા સરકારે કૃત્ય કર્યું છે એની સામે અમારો સવાલ છે. આ માટે મોરબીના પદાધિકારીઓ અને કલેકટરની જવાબદારી બને છે. જયસુખભાઈ પર જે ગુનો લગાવ્યો છે તે તમામ કલેકટર પર લગાવી પગલાં લઈ તેમની સામે ગુનો નોધવો જોઈએ. સરકારની આ નીતિ સામે સૌરાષ્ટ્રમાં આંદોલન માટે અમે સમાજ ના અગ્રણી ઓ સાથે બેઠક કરી રાજકોટ અથવા મોરબીમાં સંમેલન બોલાવી નક્કી કરવાની ગાંધીનગરમા જાહેરાત કરી છે.કિરીટ પટેલે લગાવ્યા ગંભીર આરોપ કિરીટ પટેલ ધારાસભ્ય કોંગ્રેસ દવારા ઘણા સમય થી પાટીદાર સમાજના બિલ્ડર કે ઉદ્યોગપતી ઓને કે સમાજના દાતા ઓ ને ખોટી તપાસ કરી જેલમાં પૂરવામાં આવે છે. કોઈ કેસમાં છેલ્લા દિવસે ચાર્જસીટ મુકીને હેરાન કરવામાં આવે છે. ખોટી રીતે જેલમાં મોકલી આપે છે. કોન્ટ્રાકટરની કોઈ ભૂલ હોય તો ટેસ્ટિંગ કરનાર સર્ટિ આપનાર વગેરે જવાબદાર ગણાય. પોલીસ ખોટી રીતે હેરાન કરે છે. પાટીદાર સિવાય પણ બીજા સમાજ માટે દાન આપ્યું છે. એવા લોકો નેં ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. પોલીસ કે સરકાર એકતરફી તપાસ કરી સમાજ ના લોકોને ખોટી રીતે હેરાન કરશે તો સાંખી નહિ લેવાયખોખરા બ્રિજમાં પણ આવું થયું હતું. 89 દિવસે ચાર્જસીટ કરી હતી. કોર્ટે પણ નોંધ્યું છે કે 90 દિવસ તેમને જેલ માં રાખ્યા હતા. આવા પાટીદાર સમાજને ઉદ્યોગપતીઓને સરકાર ખોટી રીતે હેરાન કરે છે. તે યોગ્ય બાબત નહી હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો.