મોરબી જુલતા પુલ સેસમાં SIT ની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો, MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર
મોરબીમાં થોડા સમય પહેલાં જુલતાપુલ દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે.દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.તેવી માહિતી સૂત્રોમાંથી જાણવા મળેલ છે. આ બાબતે સીટે આપેલા અહેવાલમાં આ અકસ્માત નહીં પરંતુ મર્ડર ગણી શકાય અને ૩૦૨ ની કલમ પણ લગાવી જોઈએ.તેવી સીટમાં ભલામણ કરવામાં આવેલ છે તેમ પીડીત પક્ષના એડવકેટ ઉત્કર્ષ દવેના નિવેદનમાંસાંભળવા મળ્યું છે આ બાબતે હાઇકોર્ટમાં રજૂ કરાયેલો સીટનો ફાઈનલ રિપોર્ટ પીડિત પક્ષને પણ આપવામાં આપ્યો હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતુ જેની વિશ્વસનીયતા ચેક કરાઈ ન હતી.ટિકિટો કેટલી વેચવી તે અગાઉથી નક્કી ન હતુ.ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે તેમજ દિનેશ દવે અને દિપક પારેખ નામના બે મેનેજર જવાબદાર ઠેરવાયા છે.આશરે ૫૦૦૦ હજારો પનાનો રીપોર્ટ કોર્ટમાં . રજુ કરીને જણાવાયુ હતુ કે, બ્રિજ ઉપર યોગ્ય સિક્યુરિટી વ્યવસ્થા નહોતી, બ્રિજ મેન્ટનનન્સ અને ફિટનેસ સર્ટીફિકેટ વગર જ બ્રિજ શરૂ કરી દેવાયો હતો.માટે ઓરેવાં કંપની સંપૂર્ણ રીતે જવાબદાર બને છે. વધુમાં એડવોકેટના જણાવ્યા મુજબ વધુ માહિતી સીટના રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ ખબર પડશે જોકે આ અકસ્માત નહિ મર્ડર છે, ૩૦૨ ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ.ઑરેવાં કંપની દ્વારા નગરપાલિકાને બ્રીજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા.અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ થયા હતા મહત્વના ખુલાસા બૈદ હવે સીટની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો છે. જેમા ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જપસુખભાઇ પટેલ, બંને મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારીનો સીટની ટીમે ઉલ્લેખ કર્યો છે.ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર હોવાનું જણાવાયુ છે.જેથી એમડી જયસુખભાઇ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.બ્રિજ ઉપર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો.ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ.ટિકિટ વેચાણ ઉપર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો.બ્રિજ ઉપર સુરક્ષાના સાધનો પુરતા ન હતા અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે તેમ પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેના નિવેદનમાં સામે આવેલ છે.