ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈને લઈ અમિત ચાવડાએ કર્યા મોટા પ્રહારો, જાણો શું કહ્યું
હવે રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી છે . હવે રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ પહોંચી ચૂકી છે. પાર્સલ પ્રકરણમાં જો પાર્સલ મોકલવા વાળાની તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે એમ છે. પોલીસ, પ્રશાસન અને પૈસાના જોરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપના ધન સંચય કાર્યક્રમ હેઠળ પહેલા બનાવવામાં ભ્રષ્ટાચાર અને પછી તોડવામાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય છે. મોટું કમિશન કમલમાં પહોંચતું હોવાને કારણે હલકી ગુણવત્તા વાળું કામ થાય છે. પાર્સલ મોકલવા વાળાની જો તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે.
ભાજપ પર કર્યા આકરા પ્રહારો
હાટકેશ્વર બ્રિજ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હલકી ગુણવત્તા વાળો હાટકેશ્વર બ્રિજ તોડવાનું ટેન્ડર બહાર પડશે તેનું પણ કમિશન પહેલા કમલમમાં નક્કી થશે. બ્રિજ બનાવવા માટે પણ કમિશન અને હવે તોડવા માટે પણ કમિશન લેવાશે. પ્રજાના પૈસાથી ભાજપની તિજોરી ભરવાનું વ્યવસ્થિત ષડયંત્ર આખા ગુજરાતમા ચાલે છે. ભાજપનો ધન સંચય કાર્યક્રમ શરૂ કર્યો હતો તે જ કાર્યક્રમ અત્યારે પણ લાગી રહ્યો છે.