ઢુંવા નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ફેકટરીના સંચાલકો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ ફેક્ટરી દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટ વ્યાપારમાં સરકાર તરફથી મળતા પ્રોત્સાહક યોજનાના રૂપિયા 71.45 લાખના 29 એક્સપોર્ટ કુપન બોગસ ઈ-મેઇલને આધારે ઓળવી લઈ ભેજાબાજ ગઠિયાએ ઠગાઈ કરતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઠગાઈના આ ચોંકાવનાર કિસ્સાની વિગતો જોઈએ તો વાંકાનેરના માટેલ-ઢુંવા રોડ ઉપર બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેક્ટરી ધરાવતા દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા, રહે.601, ગણેશ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બોગસ ઈ-મેઈલ આઈડી બનાવનાર અજાણ્યા ભેજાબાજ ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની સિરામિક ફેક્ટરી દ્વારા વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરવામાં આવી રહ્યો છે જેમાં એકસપોર્ટના ધંધાને વધુ પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત કુપન આપવામાં આવે છે જે અનુસંધાને તેમની કંપનીને રૂ.71.45 લાખના અલગ અલગ 29 કુપન મળેલ હતા.
વધુમાં અજાણ્યા ભેજાબાજ ગઠિયા દ્વારા [email protected] નામનું બોગસ ઇમેઇલ આઈડી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી રૂ.71.45 લાખના અલગ અલગ 29 કુપન પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ ફરીયાદીની કંપની સાથે છેતરપિંડી કરતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 420, 465,467,468,471 તથા આઇ.ટી.એકટ 2000ના કાયદાની કલમ 66સી, 66ડી મુજબ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી
(ક્રાઈમ રિપોર્ટર શાહરુખ ચૌહાણ)