પાલનપુર ખાતે નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી
પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનો સ્લેબનો એક ભાગ ધરાશાયી. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં ટ્રેક્ટર અને રીક્ષા નીચે દબાયા. બ્રિજનો ભાગ ધરાશાયી થતાં વાહનોને નુકશાન. મોટી જાનહાનિ ટળી.
પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આજે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ ચાલુ કામ દરમિયાન સ્લેબનો એક ભાગ ધરાશાઇ થતા નીચે પડેલા ટ્રેક્ટર અને રીક્ષા દબાયા હતા. પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનો ભાગ ધરાશાયી થતા વાહનોને નુકશાન થયું છે. બ્રિજના કાટમાળમાં 3 લોકો દટાયાની આશંકા છે.
આ દરમિયાન બ્રિજના 5 સ્લેબ તૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ સ્લેબ નીચે રીક્ષા દબાઈ હોવાની શક્યતા સામે આવી છે. તેમજ આ અંગે ક્લેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી કે, પુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ છે. જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. તે પહેલા જ બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. અકસ્માત અંગેની માહિતી અનુસાર, ત્રિ – માર્ગીય નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા છે.