જૂનાગઢ: ઝુઝારપુરમાં યુવકનો રહસ્યમય રીતે આપઘાત, સ્યુસાઇડ નોટમાં કોંગ્રેસના MLA વિમલ ચુડાસમા સહિત ત્રણના નામનો ઉલ્લેખકોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ચોરવાડના ઝૂઝારપુર ગામના યુવકે રહસ્યમય રીતે આપઘાત કર્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણના નામનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ: રાજ્યમાં આપઘાતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાર બીજી તરફ વધુ એક યુવાને રહસ્યમય રીતે આપઘાતની ઘટના સામે આવી છે. જૂનાગઢના ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક ઝુઝારપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં કોંગ્રેસના MLA સહિત ત્રણના નામનો ઉલ્લેખ હોવાથી હવે કોંગ્રેસના ધારાસભ્યની ચિંતામાં વધારો થયો છે.
વિમલ ચુડાસમા ફરી વિવાદમાં
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ચોરવાડના ઝૂઝારપુર ગામના યુવકે રહસ્યમય રીતે આપઘાત કર્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણના નામનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જાણો શું લખ્યું સ્યુસાઇડ નોટમાં
સુસાઈડ નોટમાં લખેલું છે કે, ‘મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.’