બિપોરજોય વાવાઝોડાનો આતંક આંખ સામે આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાત પર વધુ એક આકાશી આફત આવી રહી છે. વાવાઝોડાને લઈ ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે.
ગુજરાત તરફ હવે વધુ એક આકાશી આફત આવી રહી છે. અરબ સમુદ્રમાં વિકસિત થવાની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર અને નજીકવર્તી દરિયા કિનારે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન રચનાત્મક સ્તરની નીચેની દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. પરંતુ તેની ગુજરાત પર શું અસર થશે તે હજી સ્પષ્ટ નથી. વધુ એક વાવાઝોડું સક્રિય થવાની હવામાન વિભાગની આગાહી છે. હજુ બિપોરજોય વાવાઝોડાનો આતંક આંખ સામે આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાત પર વધુ એક આકાશી આફત આવી રહી છે. વાવાઝોડાને લઈ ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે.આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું છે. તેથી દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના છે.હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જોકે સાથે જ અરેબિયન સમુદ્રમાં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે આ લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેના બાદ આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે.