ગુજરાતમાં 6 અકસ્માતની ઘટના, 13ના કમકમાટી ભર્યા મોત, 18 ઘાયલ
આજરોજ કુલ છ અકસ્માતની ધટના બની છે. જેમાં કુલ 13 લોકોના મોત નિપજ્યાં છે. આજના દિવસે આટલા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું. સતત આવી ઘટનાથી લોકો પણ સમજવું જરૂરી છે કે રસ્તા પર જતાં સમયે હમેશા કાળજી પૂર્વક વાહન ચલાવવું કેમ કે ક્યારે યમરાજન દર્શન થઈ જાય તેનું નક્કી નહિ.
WCitynewsGujarati
ગુજરાતમાં 6 અકસ્માતની ઘટના, 13ના કમકમાટી ભર્યા મોત, 18 ઘાયલઆજરોજ કુલ છ અકસ્માતની ધટના બની છે. જેમાં કુલ 13 લોકોના મોત નિપજ્યાં છે. આજના દિવસે આટલા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું. સતત આવી ઘટનાથી લોકો પણ સમજવું જરૂરી છે કે રસ્તા પર જતાં સમયે હમેશા કાળજી પૂર્વક વાહન ચલાવવું કેમ કે ક્યારે યમરાજન દર્શન થઈ જાય તેનું નક્કી નહિરાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ કુલ છ અકસ્માતની ધટના બની છે. જેમાં કુલ 13 લોકોના મોત નિપજ્યાં છે. આજના દિવસે આટલા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું. સતત આવી ઘટનાથી લોકો પણ સમજવું જરૂરી છે કે રસ્તા પર જતાં સમયે હમેશા કાળજી પૂર્વક વાહન ચલાવવું કેમ કે ક્યારે યમરાજન દર્શન થઈ જાય તેનું નક્કી નહિ. અકસ્માતની ઘટનામાં પ્રથમ જામનગરના ચેલા ગામ પાસે 2 કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો જેમાં બેના મોત થયા ત્યારબાદ રાજકોટના હાડાળા અને વાઘણીયા વચ્ચે એસ.ટી બસનો આઇસર સાથે અકસ્માત સર્જાયો જેમાં તમામનો આબાદ બચાવ થયો, ત્રીજી ઘટનામાં સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રેલર પલટી માર્યું જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ચોથી ઘટનામાં દાહોદના ઝોલ ગામે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 6 નાં મોત નિપજ્યાં છે. પાંચમી ઘટના સુરેન્દ્રનગર ખાતે આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 ના મોત નિપજ્યાં હોવાની વાત સામે આવી છે. અને છેલ્લી છઠ્ઠી ઘટના ભરુચમાં સ્ટાફ બસ પલ્ટી ગઇ જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચાલો આ બધા અકસ્માતને વિગતવાર જોઈએ. જામનગરના ચેલા ગામ પાસે 2 કાર વચ્ચે ભયાનક અકસ્માત થતાં 2 ના મોત જામનગર નજીક ચેલા ગામ પાસે 2 કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં બંને કાર સામસામે અથડાઇ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનની પ્રાથમિક તપાસમાં રામપર જઈ રહેલા પરિવારને ચેલાથી ચંદ્રગઢ વચ્ચે આકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. સાથે અન્ય 3 લોકો ગંભીર છે. અન્ય 3 ગંભીરને સારવાર અર્થે જી. જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીનું નામ કાંતિભાઈ પોપટભાઈ અને શારદાબેન કાંતિભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર સહિત રાજ્યમાં વધી રહેલા અકસ્માતો ચિંતાનો વિષય બનતા જાય છે. રાજકોટના હાડાળા અને વાઘણીયા વચ્ચે એસ.ટી બસનો આઇસર સાથે અકસ્માતઉનાથી રાજકોટ રૂટની એસ.ટી બસનો આઇસર સાથે અકસ્માત બન્યો છે. રાજકોટના હાડાળા અને વાઘણીયા વચ્ચે અકસ્માત સર્જાયો છે. 45 પેસેન્જરો ભરેલ એસટી બસ આઇસરએ બ્રેક મારતા પાછળ ઠાઠામાં ઘુસી ગઈ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નહિ તમામનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે બગસરા એસટી ડેપો મેનેજર સહિતના દોડી ગયા હતા. અકસ્માતમાં એસ ટી બસનો મોરો ભાંગીને ભૂકો થઈ ગયો છે. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રેલર પલટી માર્યું આ સિવાય આજે ત્રીજી એક ઘટના સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બની જેમાં કીમ ચાર રસ્તા નજીક એક લોખંડની પ્લેટ ભરેલ ટ્રેલર પલ્ટી મારી ગયું. આ ઘટનામાં ટ્રેલરનું સ્ટેરીંગ લોક થઈ જતાં ટ્રેલર સર્વિસ રોડ પર ચડી ગયું અને પલટી મારી ગયું હોવાનું જાણવા મળ્યું છે. સદ નસીબે કોઇ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. દાહોદના ઝોલ ગામે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 6 નાં મોતદાહોદના અલીરાજપુર હાઇવે પર ગરબાડા તાલુકાના પાટીયા ઝોલ ગામે તળાવ નજીક અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 ના મોતસુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેમાં 2 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં સદાદ ગામનો પરિવાર લખતર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા.ભરુચમાં સ્ટાફ બસ પલ્ટી ગઇ, 15 ઇજાગ્રસ્તભરુચ દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી ગઈ હતી. જેના કારણે 15 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમના સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ. અકસ્માત સમયે બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15 ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી એમ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.