ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી ! સુરત અને રાજકોટમાં થયા 1-1 મોતગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા
ગુજરાતમાં હાર્ટ એટેકે તો ભારે કરી ! સુરત અને રાજકોટમાં થયા 1-1 મોતગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે.imageનાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે. દરરોજના એક અથવા તો તેનાથી વધુ મોતના સમાચાર સામે આવે છે. કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ જે ડોકટરો અને લોકોમાં સૌથી વધુ ફફડાટ ફેલાયો છે. જેને લઇને મેડિકલજગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી રાજકોટમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે સુરતમાં કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે.વાત જાણે એમ છે કે, રાજકોટમાં આણંદપર ગામના 32 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું અને સુરત ઓરમા ગામે કંપનીના કામદારનું મોત થયું છે. શું છે ઘટના આવો જાણીએ રાજકોટના આણંદપર ગામે રહેતો વિપુલ નામનો 32 વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોકટરે વિપુલને મૃત જાહેર કર્યો હતો. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. આ ઉપરાંત સુરતના ઓલપાડામાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડના ઓરમા ગામે આવેલી કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશ ગૌતમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સહકર્મચારીઓ દ્વારા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે રાકેશને તપાસતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ ડોક્ટરે મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ અંગેની જાણ વતનમાં યુવકના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે. હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?- ખાનપાનની આદત બદલવી- લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા- જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ- શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય- પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે- મનને પણ શાંત બનાવવું- ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું