ગુજરાતમાં રોગચાળો વકર્યો, એક વિદ્યાર્થી સહિત 2ના મોત
વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.સુરતમાં ડેન્ગ્યુથી એક વિધ્યાર્થીનીનું મોત નીપજ્યું છે.
વરસાદ આવે એટલે ડેન્ગ્યુનો કહેર શરૂ થાય, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ સતત વધવા લાગે છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જાય છે. સતત અમદાવાદ, રાજકોટ, સુરત બધે જ ડેન્ગ્યુ એ માઝા મૂકી છે. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. અને સતત મરનાર વ્યક્તિનો સિલસિલો ચાલુ છે. જેમાં આજે સુરતમાં બેના મોત થયા જેમાં એક ધોરણ 10 માં ભણતી વિધ્યાર્થીની અને એક 32 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી પણ યોગ્ય રીતે થતી નથી જેથી રોગચાળો વકર્યો છે.
વાત જાણે એમ છે કે, ડેન્ગ્યુએ મચ્છરજન્ય રોગ જે વરસાદના વિરામ બાદ ખૂબ ફેલાય છે. ડેન્ગ્યુના લીધે સુરતમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થીનીને 1 તારીખના રોજ ઉલટી થતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં તેનો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર અર્થે રખાઇ. પરંતુ સોમવારે તબિયત વધુ બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા મોત થયું હતું. અત્યાર સુધી રોગચાળાથી મરનારાઓની સંખ્યા વધીને 42 સુધી પહોંચી ચૂકી છે. આ ઉપરાંત શહેરમાં અન્યે એક 32 વર્ષીય યુવાન પણ રોગાચાળાનો ભોગ બન્યો છે. શહેરના યોગીચોક વિસ્તારમાં રહેતા આ યુવાનને ઝાડા ઉલ્ટી થયા હતા, આ પછી તેનું અચાનક મોત નીપજ્યુ હતુ. શહેરમાં વધુ બે દર્દીઓના રોગચાળાથી મોત થતાં તંત્ર દોડતુ થયુ છે.
ડેન્ગ્યુએ વિદ્યાર્થીની અને એક યુવાનનો જીવ લીધો છે. વિદ્યાર્થી અને યુવાનનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સાથે સુરત શહેરમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે. લોકો ડેન્ગ્યુથી પરેશાન થયા છે હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો લાગી છે. આ શું યોગ્ય ગણાય? કેમ કે હોસ્પિટલમાં પણ લાંબી લાઈનો લાગે ઝડપથી વારો ન આવે. અને પરેશાન પણ થવું પડે. ખાસ કરી જનતાએ પણ બહારની વસ્તુ કોઈ પણ ખાતા પહેલા વિચાર કરવો અને ખૂબ કાળજી રાખવી આવશ્યક છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના 566 કેસો અને મેલેરિયાના 124 કેસ નોંધાયા છે. એટલું જ નહીં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના 173, મેલેરિયાના 41 કેસનો વધારો થયો હોવાની પણ વાત છે. આને લઇને હવે AMCએ શહેરમાં ઠેર ઠેર ફૉગિંગ અને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ છે.
ડેન્ગ્યુના લક્ષણો
-જોરદાર તાવ
-ગંભીર માથાનો દુખાવો
-સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
-ઉબકા આવવા
-ઉલટી થવી
-ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
-ગંભીર નબળાઇ આવવી
-આંખોની પાછળના ભાગમાં દુખાવો
ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો.