કોના બાપની દિવાળી : કોના બાપની દિવાળી : વાંકાનેર માં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ માં તંત્રના પાપે ધોળા દિવસે
કોના બાપની દિવાળી : વાંકાનેર માં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુવાંકાનેર નગરપાલિકા દ્વારા જ્યારથી નવી એલઇડી લાઈટો નાખવામાં આવી છે. ત્યારથી જ આ નવી લાઈટોમાં કોઈને કોઈ ખરાબી થઈ રહ્યાની ફરિયાદ ઉઠે છે. ખાસ કરીને આ નવી એલઇડી લાઈટો અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ ચાલુ રહે છે. તેમાંય હાઈ માસ્ક લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતી હોવાથી વીજળીનો ઘણો અપવ્યય થઈ રહ્યો છે. શહેરના અનેક એવા મુખ્ય વિસ્તારોમા દિવસે પણ લાઈટો ચાલુ રહે છે. તેમજ મુખ્ય રસ્તા પરની હાઈ માસ્ક લાઈટો પણ ધોળા દિવસે ચાલુ રહે છે.આવી રીતે શહેરના મુખ્ય વિસ્તારો, શેરી ગલીઓમાં 24 કલાક લાઈટો ઝગમગતી રહે છે. જાણે બોડી બામણીનું ખેતર હોય તે રીતે બધું જ લોલમલોલ ચાલી રહ્યું છે. અમુક વિસ્તારમાં રાત્રે પણ લાઈટો હોતી નથી. ત્યારે આ 24 કલાક ચાલુ રહેતી લાઈટોના કારણે થતા દુર્વ્યયને પ્રજાના ખંભે જ ઠોકી બેસાડાઈ છે. આ મામલે અનેક રજુઆત કરવા છતાં નિભંર તંત્ર જાણી જોઈને આ બાબતને નજર અંદાજ કરતું હોવાનું જણાવીને જાગૃત નાગરિક તંત્રને ટકોર કરીને વહેલી તકે વીજળીના ખોટા બગાડને અટકાવવાની માંગ કરી છે.વાંકાનેર નગરપાલિકા દ્વારા જ્યારથી નવી એલઇડી લાઈટો નાખવામાં આવી છે. ત્યારથી જ આ નવી લાઈટોમાં કોઈને કોઈ ખરાબી થઈ રહ્યાની ફરિયાદ ઉઠે છે. ખાસ કરીને આ નવી એલઇડી લાઈટો અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ ચાલુ રહે છે. તેમાંય હાઈ માસ્ક લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતી હોવાથી વીજળીનો ઘણો અપવ્યય થઈ રહ્યો છે. શહેરના અનેક એવા મુખ્ય વિસ્તારોમા દિવસે પણ લાઈટો ચાલુ રહે છે. તેમજ મુખ્ય રસ્તા પરની હાઈ માસ્ક લાઈટો પણ ધોળા દિવસે ચાલુ રહે છે.આવી રીતે શહેરના મુખ્ય વિસ્તારો, શેરી ગલીઓમાં 24 કલાક લાઈટો ઝગમગતી રહે છે. જાણે બોડી બામણીનું ખેતર હોય તે રીતે બધું જ લોલમલોલ ચાલી રહ્યું છે. અમુક વિસ્તારમાં રાત્રે પણ લાઈટો હોતી નથી. ત્યારે આ 24 કલાક ચાલુ રહેતી લાઈટોના કારણે થતા દુર્વ્યયને પ્રજાના ખંભે જ ઠોકી બેસાડાઈ છે. આ મામલે અનેક રજુઆત કરવા છતાં નિભંર તંત્ર જાણી જોઈને આ બાબતને નજર અંદાજ કરતું હોવાનું જણાવીને જાગૃત નાગરિક તંત્રને ટકોર કરીને વહેલી તકે વીજળીના ખોટા બગાડને અટકાવવાની માંગ કરી છે.