એક-બે નહીં પાંચ હત્યા; હોલસેલ હત્યાના બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિનાં લીરા ઉડાવ્યાં
WCitynewsGujarati
સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. ગુજરાતમાં આમ તો હત્યા, લૂંટ, ચોરી, અપહરણ, દુષ્કર્મ જેવી હીન ઘટના રોજરોજ સામે આવવી રુટીન થઇ ગયુ હોય તેવું લાગે છે અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત-બે નહીં પાંચ હત્યા; હોલસેલ હત્યાના બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિનાં લીરા ઉડાવ્યાંસુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. ગુજરાતમાં આમ તો હત્યા, લૂંટ, ચોરી, અપહરણ, દુષ્કર્મ જેવી હીન ઘટના રોજરોજ સામે આવવી રુટીન થઇ ગયુ હોય તેવું લાગે છે અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.imageગુજરાતમાં આજકાલ ગોરખધંધા અને તેમાં પણ હત્યા અને લૂંટ, દુષ્કર્મનો સેલ લાગ્યો હોય તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. સુરત, ભૂજ, જામનગરમાં એક-એક અને વલસાડમાં બે હત્યા સાથે ગુજરાતમાં હોલસેલમાં હત્યાના બનાવો પાછલા 24 કલાકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સઘળું કહી જાય છે. ગુજરાતમાં આમ તો હત્યા, લૂંટ, ચોરી, અપહરણ, દૂષ્કર્મ જેવી હીન ઘટના રોજરોજ સામે આવવી રુટીન થઇ ગયુ હોય તેવું લાગે છે અને હાલનાં સમયમાં તો ડ્રગ્સ અને દારુએ પણ માજા મુકી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.1.વલસાડનાં ઉમરગામમાં એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં હત્યા થઇ હોવાની વિગતો સામે આવતા સનસની મચી જવા પામી છે. કામદારો વચ્ચે થયેલી માથાકૂટ લોહિયાળ બની હોવાની વાત વહેતી થઇ છે. અંદરો અંદર કામદારો વચ્ચે કોઈ વાતને લઈ બબાલ થઈ હતી અને બબાલ હત્યામાં પરિણમતા એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે એક કામદાર ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બબાલનું કારણ અને આરોપી અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. 2.વલસાડના પારડી તાલુકાના કિકરલા ગામની ઘટનાએ પણ સમગ્ર વિસ્તારમાં સનસની મચાવી છે. સીઆર ખાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની વાત વાયુવેગે આસપાસમાં પ્રસરી જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક વિગતો પ્રમાણે મૃતક 65 વર્ષીય પરશુરામ દયારામ જે યુપીના હોવાનું બહાર આવ્યું છે. પારડી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લોકો દ્વારા મામલો હત્યાનો હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે પોલીસ દ્વારા પણ મામલાને આત્મહત્યા સહિત હત્યાની શંકા સાથે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. 3.સુરતના ધોબીઘાટ પરાના તળાવમાંથી પણ એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. સ્વામી વિવેકાનંદ લેકમાંથી મૃતદેહ મળ્યો હોવાની વાત શહેરમાં વાયુ વેગે ફેલાઇ જતા લોકોનાં ટોળા લેક પર ભેગા થય ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદ લેક એજન્સી હસ્તક ચલાવવા માટે આપેલું છે અને ટિકિટ લીધા બાદ જ તળાવમાં એન્ટ્રી મળે છે. હવે તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર જાગ્યાની સાથે સાથે તે પણ પ્રશ્ન ઉભો થયો છે કે આ ઇસમ છે કોણ અને તે કયા દિવસે તળાવ પર ગયો હતો. ટિકિટ લીધી હતી કે શું વિગેરે વિગેરે સવાલો પર પોલીસ દ્વારા પોતાની તપાસ કેન્દ્રિત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 4.જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના સિંગચ ગામમાં વૃદ્ધાની કરપીણ હત્યા થઇ હોવાની વિગતો સામે આવી છે. લાલુપર તાલુકાના સિંગચ ગામમાં ફૂલ તોડવા જેવી સામાન્ય બાબતમાં વૃદ્ધાની હત્યા થઇ જતા સમગ્ર પંથકમાં સોપો પડી ગયો છે. ફૂલ તોડવા જેવી બાબતે બોલાચાલી થયાની સાથે પાડોશીએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ માર વૃદ્ધા માટે મરણતોલ સાબિત થયો અને મારામારીનો મામલો હત્યામાં પરિણમ્યો હતો. 62 વર્ષીય મણિબેન નકુમ નામની વૃદ્ધાની હત્યા મામલે મેઘપર ( પડાણા ) પોલીસે અશોક નકુમ નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 5.ભૂજનાં આશાપુરાનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જો કે હત્યાનાં આ બનાવમાં આરોપી સામેથી પોલીસ સામક્ષ હાજર થઈ ગયો હતો અને પત્નીએ આપધાત કર્યો હોવાનું તરખત રચ્યું હતું. પોલીસ તપાસ પરથી મામલો આડા સંબંધની શંકા રાખી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.