ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે ફોનમાં વાત કરી ચેતવણી ઉચ્ચારીતહેરાન (ઈરાન) તા.17 : ઈરાને ફરી એક વાર ગાઝામાં યુદ્ધને લઈને ચેતવણી આપી છે કે યુદ્ધનું સમાધાન શોધવું જરૂરી છે. કારણ કે સમય ઘણો ઓછો બચ્યો છે. ઈઝરાયેલ-હમાસના જંગને રોકવામાં નહીં આવ્યો હતો આ જંગની આગમાં બીજા દેશો પણ આવી શકે છે. ઈરાનના ગાઝા સંઘર્ષનું રાજનીતિક સમાધાન સુધી પહોંચવું જરૂરી છે. આ પહેલા પણ ઈરાને ઈઝરાયેલને ધમકાવ્યું હતું કે જો સૈનિક ગાઝામાં ઘુસ્યા તો સારું નહીં રહે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીએ પોતાના રશિયન સમકક્ષ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પુતિન ઉપરાંત તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે પણ આ મુદે વાત કરી હતી. રાયસીએ જણાવ્યું હતું કે જો આમ થાય તો પરીસ્થિતિને નિયંત્રણ કરવી ખૂબજ મુશ્કેલ બનશે.
