ઈઝરાયલના તેલ અવીવમાં હમાસની રોકેટ સ્ટ્રાઇક, 1 ભારતીયનું મોત, 4 લાપત્તા હવે તો યુદ્ધ એજ કલ્યાણનાં સુત્ર પર ચાલી રહેલા ઇઝરાયલે ગાઝા પટ્ટીનો ખો કાઢી નાખ્યો અને અનેક હમાસી આતંકીઓ સહિત ઇઝરાયલ વિરોધીઓનો ખાતમો કરી નાખ્યો છે. હમાસ દ્વારા શરુ કરવામાં આવેલ આ રણસંગ્રમ દિવસે અને દિવસે ઘાતકતા અને બરબરતા તરફ ધકેલાય રહ્યું છે અને હવે તેનો રેલો ભારતને પણ સ્પર્શી ગયો છે. ઈઝરાયલીની રાજધાની તેલ અવીવમાં હમાસ દ્વારા રોકેટ હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં 1 ભારતીયનું મોત નિપજ્યું છે તે સાથે સાથે 4 લાપત્તા હોવાની વિગતો સામે આવે છે.
હમાસ દ્વારા ઇઝરાયલ વિરોધી વિદેશી તાકાતોનો સહારો લઇ અને ઇઝરાયલને અંધારામાં રાખી 5000 જેટલા રોકેડ છોડી હુમલો કરવામાં આવ્યો. હુમલમાં અનેક ઇઝરાયલીઓનાં મોત થયા અને જેવી ઇઝરાયલની છાપ છે તેવી રીતે જ ઇઝરાયલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો. હવે તો યુદ્ધ એજ કલ્યાણનાં સુત્ર પર ચાલી રહેલા ઇઝરાયલે ગાઝા પટ્ટીનો ખો કાઢી નાખ્યો અને અનેક હમાસી આતંકીઓ સહિત ઇઝરાયલ વિરોધીઓનો ખાતમો કરી નાખ્યો છે. હમાસ દ્વારા શરુ કરવામાં આવેલ આ રણસંગ્રમ દિવસે અને દિવસે ઘાતકતા અને બરબરતા તરફ ધકેલાય રહ્યું છે. હમાસ દ્વારા હવે હુમલાની નવી સાઇટ ખોલવામાં આવી છે અને લેબેનોનમાં પણ ઇઝરાયલનાં ગુપ્ત ઠેકાણાને નિશાન બનાવવામાંં આવ્યા હતા. લેબોનોનમાં ઇઝરાયલની મોનેટરીંગ સિસ્ટમ ધ્વસ્ત કરી હમાસ પણ ઉણું ઉતરે તેમ નથી તેવું હમાસ અને સાથીઓ દ્વારા કહેણ મોકલવામાં આવ્યું. લેબોનોન પર હુમલા પછી ઇઝરાયલ વધુ ગીનાયું છે અને હવે બીજી તરફ ઈઝરાયલીની રાજધાની તેલ અવીવમાં હમાસ દ્વારા રોકેટ હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં 1 ભારતીયનું મોત નિપજ્યું છે તે સાથે સાથે 4 લાપત્તા હોવાની વિગતો સામે આવે છે. હમાસ – ઇઝરાયલ યુદ્ધનો આડકતરો રેલો ભારતને પણ સ્પર્શી રહ્યો છે. પોતોના નાગરીકોની સુરક્ષા મુદ્દે ભારતે પણ આતંકી જૂથ હમાસ સામે ખોંખારો ખાવો જોઇએ એવી સામાન્ય માણસોમાં માંગ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે પણ ભારત માટે માટી જાનહાની થતા થતા રહી ગઇ. જો થોડું આડાઅવળું થયું હોત તો ભારતીયોને લઇને પરત ફરી રહેલ ભારતનું પ્લેન રોકેટનો શિકાર બની ગયું હોત. મોટી સંખ્યામાં ભારતનાં નાગરીકો માર્યા ગયા હોત અને કેન્દ્રની મોદી સરકાર પર માછલા પણ ધોવાત તે વાત પાક્કી છે.