આવતીકાલે સમગ્ર ગુજરાત હાઇ એલર્ટ પર, DGPએ કરી મોટી જાહેરાતભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એલર્ટ રહેશે. તમામ પોલીસ જવાન અને SRPFની ટુકડીઓ એલર્ટ પર રહેશે. આ ઉપરાંત વિજય સરઘસ અને ઉજવણી અંગે એસપી અને પોલીસ કમિશનર નિર્ણય લેશે.
14 ઓક્ટોબર શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. તો બીજી તરફ ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, આવતીકાલે રાત્રીના 8 થી12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ રહેશે.
ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એલર્ટ રહેશે. તમામ પોલીસ જવાન અને SRPFની ટુકડીઓ એલર્ટ પર રહેશે. આ ઉપરાંત વિજય સરઘસ અને ઉજવણી અંગે એસપી અને પોલીસ કમિશનર નિર્ણય લેશે. સાથે જ વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. મેચનું પરિણામ જે આવે તે ગુજરાત પોલીસ સતર્ક છે અને તૈયાર હોવાનો અંતમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ દાવો કર્યો હતો. ભૂતકાળની મેચના અભુભવના આધારે નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં ક્યાંય છમકલું કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ રહેશે.
તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.