
વાંકાનેરના શક્તીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઈ લવજીભાઈ વાઘેલા (૩૫) નામના યુવાનને ગત તા. ૨૩/૯ ના રોજ સંજયે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કરમશીભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે