
વાંકાનેર તાલુકાના દેરાળા ગામના સીમ વિસ્તારમાંથીપીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૧૫,૧૦૨ રૂપિયાની કિંમતના ઓઇલની ચોરી કરીને આરોપીએ પોતાની વાડીના રૂમમાં સ્ટોક રાખ્યો હતો માટે હાલમાં વાંકાનેર પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરના માણસ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છેજાણવા મળતી માહિતી મુજબ રાજકોટના નાના મૌવા રોડ ઉપર આવેલ રઘુનાથ પાર્ક-૨ માં રહેતા અને વાંકાનેર પીજીવીસીએલની વિભાગીય કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ શરદચંદ્ર ધુલિયા (૫૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રભુભાઈ રવજીભાઈ ધરજીયા રહે. દેરાળા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે પીજીવીસીએલમાંથી મે. ઇન્સ્ટન્ટ પાવર સોલ્યુશન વાળા તોફિકભાઈ શેરસીયાને ફેઇલ થયેલા ટ્રાન્સફોર્મર બદલાવવા, ઓગમેન્ટ અને ડી-ઓગમેન્ટ કરવાની કામગીરી આપેલ હતી અને તેની નીચે આરોપી પ્રભુભાઈ રવજીભાઈ ધરજીયા કામ કરતા હતા દરમિયાન પ્રભુભાઈ ધરજીયા ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરી જતા હોવાની શંકા આધારે તેઓની વાડીએ પીજીવીસીએલના નાયબ ઇજનેર જી.કે. સરવૈયા અને ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ આર.એચ. ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુદા જુદા ડબ્બા અને ડોલની અંદર કુલ મળીને ૧૮૦ લીટર ઓઇલ મળી આવ્યું હતું જેથી ટ્રાન્સફોર્મરમાંથી આ ઓઇલ કાઢેલ હોય ૧૫,૧૦૨ રૂપિયાની કિંમતના ઓઇલની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરના માણસની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.વી કાનાણી ચલાવી રહ્યા છે
