વાંકાનેર તાલુકાના કોળી સમાજનાં આગેવાન ઉપર થયેલા આક્ષેપો પરત ખેચી લેતા સમાધાન
વાંકાનેર કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપું દ્વારા અને બહોળી સંખ્યામાં કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન કરાવેલ છે હાલમાં મળી રહેલ માહિતી મુજબ વાંકાનેર કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી બીમાર હોવા છતાં, અજાણતાં જે ખોટા આક્ષેપો થયાં હતાં તે પરત ખેંચાયા બાદ આ વાત કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપુના ધ્યાને આવી હતી જેથી ગઈકાલે વાંકાનેર તાલુકાનાં કોળી સમાજનાં આગેવાનોને કાળાસર ગામે બોલાવવામાં આવ્યા હતા. અને કોળી સમાજનાં મહંત દ્વારા નવઘણભાઈ મેઘાણી, કરશનભાઈ લુંભાણી, જસુભાઈ ગોહેલ, નાથાભાઈ ગોરીયાને એક બીજાને હાર અને સાલ ઓઢાડી મો મીઠા કરાવવામાં આવ્યા હતા. અને ત્યારે બાપુએ ટકોર કરી હતી કે, સમાજમાં સહુ સાથે મળી કામ કરવું જોઈએ અને બહોળી સંખ્યામાં કોળી સમાજ પથરાયેલ છે ત્યારે કોળી સમાજનાં આગેવાનો ઉપર કોઈ અન્યાય કરવામાં આવશે તો ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.