વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું
વાંકાનેરના પંચાસર રોડે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરા રામકૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રીતિશાબેન અજયભાઈ રીબડીયા (૧૮) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ નારાયણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે તેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું તેના પરિવાર પાસેથી જાણવા મળેલ છે