વાંકાનેરના લાકડધાર નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું તે બનાવમાં ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક આવેલા સેન્ટોસા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવવામાં હાલમાં મૃતકની માતાએ તેના જમાઈ સામે તેને દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી તીલ્લોતમા સુંદર મુર્મુ (૩૭)એ હાલમાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્ના અનંત બાસ્કે રહે. ગોપાલપુર હાથબદ્રા જિલ્લો મયુરભંજ ઓરિસ્સા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાના લેબર ક્વાર્ટરમાં તેમની દીકરી રૂપાલી ક્રિષ્ના બાસ્કે (૨૦)એ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તેને તેના પતિ દ્વારા નાની નાની ઘરકામની બાબતોમાં મેણાંટોણા મારીને તથા દુઃખ ત્રાસ આપીને ફરિયાદીના જમાઈએ મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને હાલમાં મૃતકની માતાએ તેના જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૬, ૪૯૮ (એ) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે