વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો
વાંકાનેરના રાતીદેવડી તરફ જતા રસ્તા ઉપરથી યુવાન તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવ્યું હતું જેથી તે યુવાને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ઇકો ગાડી તેના વાહનમાં અથડાઇ હતી ત્યારે બાદ વાહનમાં નુકશાન થયું છે તેવું કહીને યુવાનની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુર્દૂસભાઈ આમદભાઈ સેરશિયા (૩૫) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતી દેવડી તરફ જતા રસ્તા ઉપરથી તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવતા તેને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે વાંકાનેરમાં દાતાર ટેકરી પાસે રહેતો વિજય રામાભાઇ ગમારા નામનો શખ્સ તેની ઇકો ગાડી લઈને આવી રહ્યો હતો અને તેની ગાડી અબ્દુલકુદૂસભાઈની ગાડીની પાછળ અથડાઇ હતી જેથી પોતાના વાહનમાંથી નીચે ઉતારીને તે શખ્સ તેના વાહનમાં નુકશાની થયેલ છે તેવું કહીને માથાકૂટ કરી હતી અને તેના હાથમાં પહેલા કાડા વડે અબ્દુલકુદૂસભાઈને મોઢ અને આંખ પાસે માર મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે