વાંકાનેરના મેસરીયામાં જુગારની રેડ પડતાં નાશભાગ: ત્રણ જુગારી પકડાયા, ચાર ફરાર
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને પકડીને તેની પાસેથી ૨૩,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જો કે, નાસી છૂટેલા ચાર જુગારીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા તજવીક શરૂ કરવામાં આવી છબનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વિનાભાઈ કેશાભાઈ કોળીની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે હરેશભાઈ સોમાભાઈ ભુસડીયા જાતે કોળી (૨૫), ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ જાતે કોળી (૩૫), મીઠાભાઈ પાંચાભાઇ મકવાણા જાતે કોળી (૪૦) રહે. ત્રણેય મેસરીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૫,૩૦૦ ની રોકડ તથા ૮૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૩,૩૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે જોકે, પોલીસને જોઈને નાસી છૂટેલા જુગારીઓમાં શામજીભાઈ સોમાભાઈ કોળી, ધનાભાઈ ગેલાભાઈ કોળી, વિનાભાઈ કેસાભાઈ કોળી અને હસમુખભાઈ દેવગુણભાઈ કોળી રહે. બધા મેસરિયા વાળાનો સમાવેશ થતો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે