વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેર મિલપ્લોટમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સીકંદરભાઇ હાસમભાઇ કટીયા અને નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા નામના શખ્સોને નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી સુરેન્દ્રનગરના રવિ નામના શખ્સ પાસે કપાત કરાવતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3780 તેમજ 5000ની કિંમતનો મોબાઈલ મળી 8780નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓને સોંપી આપી સુરેન્દ્રનગરના શખ્સને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
