વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના ઢુવા રેલવે ફાટક પાસેથી પસાર થતી ડેમુ ટ્રેનમાં આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના પચ્છીમ સિંહભુમ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા આવેલ અમૃત પાસે સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહેશ નારણભાઈ ગાગરાઈ (ઉંમર ૧૮) ઢુવા નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ડેમુ ટ્રેનમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.