માળીયા(મી.) પોલીસે ગેરકાયદે માર મારવાની કોર્ટ સમક્ષ પોલીસ વિરૂધ્ધ ફરીયાદ
માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી કર્મરાજસિંહ મંગળસિહ ઝાલા તથા તેજ ગામના રહેવાસી ક્રિપાલસિંહ વિશુભા જાડેજા વચ્ચે તા.૩-૯-૨૩ ના રોજ મોટા દહીંસરા ગામે રાત્રીના સામસામી મારામારીનો બનાવ બનેલ હોય સદર બનાવમાં કર્મરાજસિંહને બનાવમાં ઈજા થતા મોરબી શ્રીહરી હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ થયેલ અને બીજા દિવસે એટલે કે તા.૪-૯-૨૩ ના રોજ હોસ્પીટલમાંથી રજા આપતા કર્મરાજસિંહ માળીયા પોલીસ સ્ટેશને સદર બનાવના કામે ફરીયાદ આપવા માટે ગયેલ હતા તે સમયે માળીયા પોલીસે આ બનાવમાં સામસામી ફરીયાદ પોલીસે દાખલ કરી સદર બનાવના કામે ક્રોસ ફરીયાદમાં પોલીસે કર્મરાજસિંહને ગુનાના કામે અટકાયત કરેલ અને ગુનો કબુલ ક૨વા લાકડી વડે થર્ડ ડિગ્રીનો ઉપીયોગ કરી ગે૨કાયદેસર માર મારેલ અને આ કર્મરાજસિંહને માળીયાની અદાલતમાં તા.૫-૯-૨૩ ના રોજ રજુ કરતા કર્મરાજસિહ વતી મોરબીના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણા રોકાયેલ હતા.
માળીયા પોલીસ મથકના વિપુલ ડાંગર તથા રતીલાલ નામના પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશનમાં કાયદો હાથમા લઈને વિના કારણે લાકડી વતી થર્ડ ડિગ્નીનો માર મારેલ તે અંગે માળીયા નામદાર કોર્ટ સમક્ષ ફરીયાદ કરતા નામદાર કોર્ટના જજ એ.કે.સિંધએ ફરીયાદના કામમાં નિવેદન નોંધી તાકીદની અસરથી કર્મરાજસિંહને માળીયા સરકારી દવાખાને સારવાર સબબ તથા ડોકટર સમક્ષ શારીરીક તપાસણીના અર્થે મોકલી આપવા હુકમ કરેલ અને મેડીકલ રીપોર્ટ તાત્કાલીક માળીયાની કોર્ટમા જમા કરાવા હુકમ કરેલ છે.કર્મરાજસિહ મંગળસિહ ઝાલા વતી મોરબીના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણા રોકાયેલ હતા.પોલીસ સામે માર મારવાની ફરીયાદ નામદાર કોર્ટમાં થતા પોલીસ બેડામાં પણ આ કેસને લઇને ચકચાર મચી જવા પામેલ છે તેમજ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.