ચોટીલા હાઇવે પર ની હોટલમાં સ્ટેટ મોનેટરી સેલ દ્વારા પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું
ચોટીલા નેશનલ હાઇવે પર ની હોટલમાં સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા પેટ્રોલ ડીઝલનું ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાંજાંબેશ્વર રામદેવ હોટલમાં હોલ્ટ કરતા ટેન્કરોમાંથી પેટ્રોલ, ડીઝલ તેમજ કેમિકલ કાઢી લઇ વેચવામાં આવતુ હતુ. જે અંતર્ગત ૧૦૩૦૦ લીટર પેટ્રોલ, ડીઝલ તેમજ ૨૦ હજાર લીટર કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયુ હતું. તેમજ ૩ વાહનો, પાંચ મોબાઇલ, ઇલેક્ટ્રિક મોટર સહીત કુલ રૂપિયા ૫૧.૮૫ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સો ઝડપાતા તમામને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ પેટ્રોલ ડીઝલ ચોરીના કૌભાંડના મુખ્ય સુત્રધાર સહીત બે શખ્સો ફરાર થયા હતા. ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો કરતા ચોટીલા પોલીસ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા LCB અને SOG પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.