– બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી ચારવિસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લાવશેસાવધાન રહેજે- ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફરાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે અને જેના કારણે સારા વરસાદની આશા બંધાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી ચાર દિવસમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, આવનારા ચાર દિવસ
રાજ્ય માટે ભારે છે અને જુલાઈમાં જાવા મળ્યો હતો તેવો વરસાદ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પાંચ ઈંચથી લઈ ૭ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વરસાદના આક્રમક બે રાઉન્ડ હજુ આવવાના બાકી હોવાનું પણ તેમણે કહ્યું હતું. હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જાવા મળી રહ્યું છે અને મેઘરાજા ગમે ત્યારે ધડબડાટી બોલાવી શકે છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચશે અને સાવધાન રહેજો. આજથી ૧૬ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારા વરસાદની આશા છે. આ પાંચ દિવસ દરમિયાન જુલાઇ મહિના જેવો વરસાદ આવી શકે છે અને જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ પણ જાવા મળી શકે છે. માત્ર એટલું જ નહીં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે અને ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, રાજ્યમાંથી હજુ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ નથી એટલે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. ખેડૂતોને સિંચાઈ કરવું પડ્યું છે પણ હવે વરસાદ આવશે ત્યારે ક્યાંક થોડું ઘણું નુકસાન પણ સહન કરવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, સપ્ટેમ્બરના અંતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે અને નવરાત્રિમાં પણ તોફાની વરસાદ આવી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.