સુપ્રીમ કોર્ટે (Supreme Court) દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે.મેડિકલ બોર્ડનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર – મહિલાનો ગર્ભપાત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે તબીબી પ્રક્રિયા બાદ જો ભ્રૂણ જીવીત હોવાનું જાણવા મળે છે તો હોસ્પિટલે ગર્ભના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવી પડશે. સરકારે કાયદા અનુસાર બાળકને દત્તક આપવા માટે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ.
