
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા ગત તા.25/1/2023ના રોજ એસિડ પી જતા પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડયા બાદ સારવારમાંથી રજા આપ્યા બાદ ઘેર આવી ગયા હતા. જ્યા અચાનક જ તેમનું શરીર ઠંડુ પડી જતા મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે