વાંકાનેરના મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બસ સ્ટેશન પાસે ઇકો ગાડીના ચાલકે પાંચ વર્ષના માસુમ બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં કોઠારીયા પાસે પેટ્રોલ પંપ નજીક રહેતા ભમરુભાઈ કાળીયાભાઈ મેડા જાતે આદિવાસી (૩૫) એ ઇકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૫૨૦૩ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ બસ સ્ટેશન પાસે તેઓનો દીકરો સાઈનેસ ઉર્ફે શૈલેશ (૫) રમતો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવમાં સાઈનેસને માથામાં અને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે