વાંકાનેરના ઢુવા પાસેથી સ્થાનિક પોલીસે બાઇક-મોબાઈલ ફોન ચોરી કરતી ગેંગને દબોચી
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ચોરી ગેંગને પકડી છે અને તે શખ્સોએ આઠ જેટલા ચોરીના ગુનાની કબૂલાત આપેલ છે જેથી
ત્રિપુટી પાસેથી પોલીસે ચોરાઉ બાઇક અને મોબાઈલો સહિતનો
મુદામાલ કબજે કર્યો છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી ભવાની હોટલ પાસેથી રીઢા ચોરને સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જેમાં ગૌતમભાઇ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભી જાતે સતવારા (૨૨) રહે. દલવાડી નગર રૂપાવટી રોડ, થાન, અમીત ઉર્ફે પુષ્પા દીલીપભાઇ પરમાર જાતે ભીલ (રર) રહે મેલડીમાં મંદીર રૂપાવટી ચોકડી રામા ધણીનો નેસડો થાન, હિતેશભાઇ દયારામભાઇ કણઝારીયા જાતે સતવારા (૩૫) રહે. પોલીસ સ્ટેશન પાછળ ભોંયરેશ્વર મહાદેવ મંદિર પાસે થાનને ઝડપી લીધા છે અને જુદી જુદી જગ્યાની રેકી કરી અલગ અલગ પ્રકારના મીલ્કત સંબંધીત ગુન્હાઓ કરવાની ટેવ વાળા છે હાલમાં પકડાયેલા ત્રણ આરોપીમાં મુખ્ય સૂત્રધાર ગૌતમભાઇ ઉર્ફે ગવોએ અગાઉ મોરબી તાલુકામાં પાંચ, એ ડિવિઝનની હદમાં બે અને બી ડિવિઝનની હદમાં એક ચોરીની ઘટનાને અંજામ આપેલ છે અને વધુમાં પાંચેક દિવસ પહેલા રાજકોટમાંથી રાતના સમયે બાઇક નંબર જીજ ૩ એચજે ૪૨૬૮ ચોરી કરી હોવાની કબૂલત આપે છે જેના આધારે માલિક વલ્લભભાઈ અરજણભાઈનો સંપર્ક કરતાં થોરાળા પોલીસ સ્ટેશનમાં ઇ એફઆઇઆર થયેલ હોવાનું સામે આવ્યું છે તેમજ ચાર દિવસ પહેલા વાંકાનેર મોરબી હાઇવે ઉપર વીસ નાલા પાસેથી સફેદ પ્લેઝર તેમજ ઓપો કંપનીનો લાલ મોબાઈલ ચોરી કરેલ છે હાલમાં પોલીસે તેની પાસેથી ગુલાબી હાથાવાળુ કટર, ડીસમીસ, અલગ અલગ બાઈકની ચાવીઓ, ૬ મોબાઇલ ફોન જેની કિંમત ૨૨,૫૦૦, અને બાઇક નંબર જીજે ૧૩ બીડી ૬૧૫૮ જેની કિંમત ૫૦૦૦૦ આમ કુલ ૭૨,૫૭૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે હાલમાં આરોપીઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૪૦૧ અને ૩૪ મુજબ ગુનો નોંધાયેલ છે આ કામગીરી પીએસઆઈ બી.પી. સોનારા અને તેની ટીમે કરેલ છે