રેકોર્ડ બ્રેક : જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 19.50 લાખમાં વેચાયું….
સર્વાધિક રૂ. 19.50 લાખ બોલી સાથે મેદાન ફિરોઝભાઈ ઠાસરીયાના ફાળે, નગરપાલિકાની તિજોરી આવકથી છલકાઈ….
વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની આજે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ 9 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 19.50 લાખની સૌથી ઊંચી બોલી સાથે ફિરોઝભાઈ ઠાસરીયાને ફાળે આવ્યું હતું….
આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ 9 પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં સૌથી ઊંચી 19.50 લાખની બોલી ફિરોઝભાઈ ઠાસરીયાએ લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા તેમને આપવામાં આવ્યું છે…