સાઉદી અરેબિયામાં હવે બાળકો શાળાએ ન જતા માતા-પિતા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વાસ્તવમાં,શિક્ષણ મંત્રાલયે અહીં કયું કે જે વિધાર્થીઓના માતા-પિતાકોઈપણ બહાના અથવા કારણ વગર 20 દિવસ સુધીશાળામાંથી ગેરહાજર રહે છે તેમને જેલની સજા થઇ શકેછે.સાઉદી અરેબિયા સ્થિત ન્યૂઝ ઓર્ગેનાઇઝેશને અહેવાલ આપ્યો છે કે જો કોઇ વિધાર્થી 20 દિવસ સુધી શાળામાં ન જાય, તો તે વિધાર્થીના માતાપિતાને રાજ્યના બાળ સંરક્ષણ કાયદા હેઠળ આવતા પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસમાં મોકલવાની જવાબદારી શાળાની છે. રિપોર્ટ અનુસાર, પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસ બાળકના શાળામાં ન આવવાના કારણોની તપાસ કરશે અને પછી કેસને ક્રિમિનલ કોર્ટમાં મોકલશે.આવી સ્થિતિમાં, જો એવું સાબિત થાય કે શાળામાં વિધાર્થીની ગેરહાજરી વાલીની બેદરકારીને કારણે છે, તો ન્યાયાધીશ વાલીને ચોક્કસ સમયગાળા માટે જેલની સજાનો હુકમ કરી શકે છે. અહેવાલ મુજબ, આવા કિસ્સાઓમાં શાળાના આચાર્યએ શિક્ષણ મંત્રાલયને જાણ કરવી પડશે, જે તપાસ શરૂ કરશે અને વિધાર્થીને કુટુંબ સંભાળમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપશે. આ પછી ફેમિલી કેર વિધાર્થીને પોતાની સાથે રાખશે અને મામલાની તપાસ કરશે.અહેવાલો અનુસાર, જો કોઇ વિધાર્થી 3 દિવસની રજા લેશે તો પ્રારંભિક ચેતવણી આપવામાં આવશે. આ પછી, વિધાર્થીએ 5 દિવસની રજા લીધા પછી, બીજી ચેતવણી આપવામાં આવશે અને વાલીને જાણ કરવામાં આવશે. 10 ક્વિસની ગેરહાજરી પછી, ત્રીજી ચેતવણી જારી કરવામાં આવશે અને વાલીને બોલાવવામાં આવશે. 15 દિવસની ગેરહાજરી પછી, વિધાર્થીને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 20 દિવસ પછી, શિક્ષણ વિભાગ બાળ સુરક્ષા કાયદાની જોગવાઇઓનો અમલ કરશે.
