વાંકાનેર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીનું આપ માંથી રાજીનામું….
ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી 50,000 કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા આપ માં ખળભળાટ મચી ગયો છે. જેમાં તેમણે પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યું હોવાની માહિતી મળી રહી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી આમ આદમી તરફથી ચુંટણી લડી અને 53,110 જેટલાં મતો મેળવી યુવા નેતૃત્વ તરીકે ઉભરી આવેલ વિક્રમ સોરાણીએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે, જેમાં તેમણે રાજકોટથી આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી અને તેની જાણ પાર્ટીના પ્રદેશ પ્રમુખની કરી હોવાનું જણાવ્યું છે…