ભણેલા ગણેલા નોકરી માટે ફાંફા મારે અને અભણ નેતાજીને પ્રવાસ ભથ્થા આપવામાં સરકારે તિજાેરી જ ખૂલ્લી મૂકી દીધી
- વર મરો કન્યા મરો પણ નેતાજીના તરભાણા ભરો : રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ
- તમે ક્યાંય પણ નોકરી માટે જાવ તો પહેલાં તમારી શૈક્ષણિક લાયકાત જાેવામાં આવે છે પણ એકમાત્ર રાજકારણ એવો વ્યવસાય છે કે જ્યાં કોઈ જ શૈક્ષણિક લાયકાત જાેવામાં આવતી નથી. ભણેલા ગણેલા નોકરી માટે ફાંફા મારે, ભલભલા આઈપીએસથી લઈ આઈએએસ જેવા અધિકારીઓ પણ ચાર પાસ નેતાજીને સલામ મારવા મજબૂર બને છે. રાજકારણમાં કારકિર્દી બનાવવામાં રસ પડે તે સ્વાભાવિક છે કેમ કે, અહીયા અઢળક પૈસો છે અને સાથે-સાથે સત્તા પણ હોય છે. અંગૂઠા છાપ નેતાજી કરોડોમાં આળોટતા થઈ જાય છે અને ભણેલો ગણેલો યુવક આખી જિંદગી નજીવી નોકરીમાં રળી ખાય છે. તાજેતરમાં સરકારે નેતાજીના પ્રવાસ ભથ્થામાં તોતિંગ વધારો કર્યો છે અને હવે આ નેતાજીઓને જલસા પડી ગયા છે.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો માટે સરકારે નાણાની તિજાેરી ખૂલ્લી મૂકી દીધી છે. તેમના પ્રવાસ ભથ્થામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે રૂા.૮૦,૦૦૦ મળતા હતા તેમાં વધારો કરીને હવે સીધા ૧ લાખ ૩૦ હજાર કરી આપવામાં આવ્યા છે. આવી જ રીતે તાલુકા પંચાયત પ્રમુખને અગાઉ પ્રવાસ ભથ્થા પેટે ૪૦,૦૦૦ મળતા હતા તેમાં વધારો કરીને હવે સીધા રૂા.૬૦,૦૦૦ કરી આપવામાં આવ્યા છે. બોલો, છે ને નેતાજીઓને જલસા, આવા જલસા ક્યાંય જાેવા મળશે નહી. મોંઘવારીનો માર આ નેતાજીને પણ નડી રહ્યો હોય તેમ સરકાર પણ તેમના ઉપર ઓળઘોળ થઈ છે. રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રમુખોને તો બખ્ખાં થઈ ગયા છે અને હવે તો તેઓ ફર્યા જ કરશે. જનતાના કામ થવા હોય તો થાય પણ પોતાના પૈસાનું મીટર તો ફરતું જ રહેશે.