રાષ્ટ્રપતિએ સહી કરી: ગેઝેટમાં પ્રસિધ્ધ : દિલ્હીમાં અધિકારીઓની નિયુક્તિ- બદલી સહિતના નિર્ણયો લેફ.ની મંજુરીને આધીન: વિધાનસભા પર પણ આડકતરો ‘કબજો’
નવી દિલ્હી: સંસદ દ્વારા મંજુર કરવામાં આવેલા દિલ્હી સેવા ખરડાને રાષ્ટ્રપતિની મંજુરી મળતા જ હવે તે કાનૂન બની ગયા છે અને તેની સાથે પાટનગરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર લેફ. ગવર્નર ‘સુપરબોઝ’ બની ગયા છે અને અધિકારીઓની નિયુક્તિ-બદલી વિ.માં તેઓ આખરી સતા હશે.
આ સપ્તાહે રાજયસભામાં પણ સરકારે ભારે બહુમતીથી પસાર કરાવી લેતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોને ભારે ફટકો પડયો હતો અને આજે રાષ્ટ્રપતિએ આ ખરડા પર સહી કરીને મંજુરી આપતા હવે ગેઝેટમાં પણ અપીલ કરી દેવાતા તે અમલી બની ગયો છે. જો કે આ અંગેજ વટહુકમ અગાઉ બહાર પાડવામાં આવ્યો હતો તેને આમ આદમી પાર્ટીએ સુપ્રીમમાં પડકાર્યો છે અને તેના પર સુનાવણી થશે પણ હવે કાનૂન બની જતા તે કાનૂનની યોગ્યતા- બંધારણીતા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ નિર્ણય લેશે.
હવે કેજરીવાલે વિધાનસભા સત્ર બોલાવવામાં પણ રાજયપાલની પુર્વ મંજુરી જરૂરી બનશે તથા તમામ મહત્વના નિર્ણયોમાં પણ ઉપરાજયપાલ જ મંજુર-નામંજુર કરી શકશે જેવી દિલ્હીમાં હવે વિજ સહિતના નિગમોમાં પણ રાજયપાલ જ નિયુક્ત કરશે જે ‘આપ’ની અનેક યોજનાઓ માટે મુશ્કેલી સર્જી શકે છે.