બ્રિકસ સમિટના ફોટોસેશન દરમ્યાન જયારે વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકાનાં પ્રેસિડેન્ટ સિરિલ રામફોસા સાથે મંચ પર પહોંચ્યા તો તેમને મંચ પર તિરંગો પડેલો જોવા મળ્યો. વડાપ્રધાને ક્ષણનોય વિલંબ કર્યા વિના નીચા વળીને તરત એ તિરંગો ઉઠાવ્યો અને સંભાળીને પોતોના જેકેટમાં રાખી દીધો. આ દરમ્યાન રામફોસાએ પણ નીચે પડેલ પોતાના દેશનો ફલેગ ઉઠાવ્યો પણ તે તેમણે તેના સ્ટાફને સોંપી દીધો, જયારે એક અધિકારીએ મોદી પાસેથી પણ તિરંગો લેવાની વિનંતી કરી તો તેમણે વિનમ્રતાથી ઈન્કાર કરી દીધો.
