ગોંડલમા લોકોથી ધમધમતા વિસ્તારમાં એસએમસીના દરોડા,માંડવી ચોક શાકમાર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું વરલી મટકાનું જુગારધામ…
ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડાઓ પાડયા છે.દરોડા દરમિયાન લાખો કરોડોના ઈગ્લીશ અને,દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.રાજકોટ જિલ્લા રૂલર પોલીસથી લઈને સ્થાનિક પોલીસના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હોવા છતા પણ દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ બંધ થવા પામેલ નથી.ત્યારે ગોંડલના હદયસમા માંડવી ચોક વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ પોલીસે દરોડો પાડીને વરલી મટકાનું જુગારધામ ઝડપી પાડ્યુ હતું.સ્થાનિક પોલીસને ઉંઘતા રાખીને પોલીસે ઝડપી પાડેલ જાહેરમાં ઝડપાયેલ જુગારધામ સામે સ્થાનિક બીટ જમાદાર સહિતના પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે.તો બીજી તરફ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા પાડવામાં આવેલ દરોડા દરમિયાન 15 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે.
સ્ટેટ વિજિલન્સ દ્વારા પાડવામાં આવેલ દરોડા દરમિયાન વરલી મટકાનો ધંધો કરતા મુખ્ય આરોપી ઈકબાલ જુમાભાઈ ખીરાણી સહિતના કુલ 15 લોકોને ઝડપી પાડ્યા હતા.એસ.એમ.સીના દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 1,13,080/-રોકડા,મોબાઈલ નંગ-16 કિંમત રૂપિયા57,500/-ઓટોરીક્ષા સહિતના 4 વાહનો સહિત કિંમત રૂપિયા1,00,000/-મળીને કુલ રૂપિયા 2,70,580/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.આ સાથે જ તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી ગોંડલ શહેરના હદયસમા વિસ્તારમાં વરલી મટકાના ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી સ્થાનિક પોલીસ સામે આ બનાવ તપાસનો વિષય બનવા પામેલ છે.