પોરબંદર હત્યા કેસમાં રાજકોટ જીલ્લા જેલમાં જેલવાસ ભોગવતા કાંધલ જાડેજાની તબિયત લથડતા તેને પોલીસ જાપ્તા હેઠળ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો, જયાંથી નાસી જવાના કેસમાં કોર્ટે તેને દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ કાંધલભાઈએ તેઓના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. જે અપીલના કામે અગાઉ એક વર્ષ જેલમાં રહી ચુકેલા કાંધલ જાડેજાને હવે વધુ સમય જેલમાં ન મોકલતા તેમની છ માસની સજા કોર્ટે માફ કરી નામદાર નીચેની કોર્ટમાં હુકમમાં સજાના હુકમમાં છ માસની સજાનો ઘટાડો કરતો હુકમ કરેલ હતો.ધારાસભ્ય કાંધલ જાડેજા ૨૦૦૯ દરમ્યાન પોરબંદરમાં થયેલ હત્યાના ગુનામાં રાજકોટ જીલ્લા જેલમાં ૨હેલ હતા. ત્યાંથી તેને સારવાર માટે મંગળા મેઈન રોડ ઉપર આવેલ એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાંથી પોલીસ જાપ્તામાંથી નાસી ગયાના કેસમાં કોર્ટે તેને દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો જે કેસમાં એક વર્ષનો સમય જેલમાં રહયા હતા. જે હકિકત નામદાર સેશન્સ કોર્ટે ધ્યાને લઈને નામદાર નીચેની કોર્ટે કરેલ દોઢ વર્ષની સજામાંથી છ મહિનાની સજા માફ કરતા હવે કાંધલભાઈ જાડેજાને જેલમાં નહી જવુ પડે. નામદાર નીચેની કોર્ટે તેને દોઢ વર્ષની સજા કરતો હુકમ કરેલો હતો જે હુકમમાં છ માસની સજા ઘટાડવાનો હુકમ કર્યો હતો. જયા૨ે એક વર્ષ જેલમાં રહયા હોય તે મજરે લેતા હવે એક પણ દિવસ જેલમાં નહી જવું પડે તેવો નામદાર કોર્ટ દ્વારા હુકમ ફરમાવેલ છે.આ કામમાં કાંધલભાઈ જાડેજાના એડવોકેટ તરીકે રાજકોટના અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તા૨ક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતા.
