વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હડફેટે લઈ બાઈક ઉપર કાબુ ગુમાવનાર મોરબીના બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રસ્તો ઓળંગી રહેલા વાલજીભાઈ મોહનભાઇ ગોધાણી ઉ.65ને બાઈક નંબર જીજે – 03 – LC – 3220ના ચાલક અજય વીરેન્દ્રસિંહ પઢીયાર રહે. વાંકાનેર વાળાએ હડફેટે લેતા વાલજીભાઈને શરીરે ઇજાઓ પહોંચી હતી અને બાઈકનું બેલેન્સ ગુમાવી દેતા બાઈક ચાલક અજયનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે વાલજીભાઈની ફરિયાદને આધારે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
